• spiritual messages

asakti -attachment

મિત્રો
આસક્તિ વિષે ઘણું બધું કેહવાયું છે પણ આ શબ્દ પ્રત્યેક માનવ માટે અગત્ય નો છે . આસક્તિ એ કોઈ પણ ચીજ માટે હોઈ શકે ,વ્યક્તિ માટે હોઈ શકે . શરુ માં એ સુખ આપે છે અને એ ચીજ અથવા વ્યક્તિ ના દૂર થવાથી દુખ આપેછે. એનાથી છૂટવું અઘરું છે ,ખાસ કરીને જયારે તમારી પ્રિય વ્યક્તિ નું મૃત્યુ થઇ જાય તો એ આસક્તિ જતી નથી અને ઘણી વખત એ જય એમ અપને ઈચ્છતા પણ નથી. કેટલાંક દર્દ દિલમાં રાખી વાગોળવા ગમે છે . એમાં મીઠી યાદો ,નહિ કાબુલેલી હકીકતો, ના બોલ્યે ,સમજાયેલ શબ્દો અને અધુરી રહી ગયેલી વાતો હોય છે . આધ્યાત્મિકતા ભાલર એમ કહે કે આસક્તિ થી દુર રહેવું પણ અમુક આસક્તિ કોઈ વખત એક સહારો બનીને રહી જાય છે ,માર્ગદર્શક પણ બની શકે.
સ્વામી અવધૂતાનંદ

Advertisements

ધ્યાન વિષે

ઘણા મિત્રો ની માંગણી હતી કે ધ્યાન વિષે કઈક લખું .
સ્વામીજી ધ્યાન લાગતું નથી આવું મને ઘણાએ પૂછ્યું તો મિત્રો જ્યાં સુધી પતંજલિ યોગા માં કહ્યું છે એ મુજબ અને મારા અનુભવ પ્રમાણે ધારણા પાકી ના થાય ત્યાં સુધી ધ્યાન ના લાગે . ધારણા એટેલે કોન્સુન્ત્રશન્ -એકજ વિષય ઉપર લાંબા સમય સુધી એકાગ્રતા જાળવવી અને એના ઉપર પ્રભુત્વ્ મેળવવું . ધારણા ના ઘણા પ્રકાર છે જે શીખવા પડે અને જેમ તરવા નું પુસ્તક વાંચીને તરતા ના આવડે એમ યોગ પણ માર્ગદર્શન નીચે શીખવો પડે ! પહેલા ધારણા પાકી કરો -એકાગ્રતા વિષે શીખો અને એ પછી ધ્યાન માં સફળતા મળી શકે .
સ્વામી અવધૂતાનંદ

મન ,અમન ,સુમન અને નમન

મનનું શુદ્ધિકરણ કઈ રીતે થઇ શકે ? તો ચિત્ત ની વૃત્તિઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડે કારણ કે ચિત્ત જે બુદ્ધિ અને અહંકાર થી ઘેરાયેલું રહે છે એમાં અનેક પ્રકારની વૃત્તિઓ દરેક સેકોન્ડે ઉઠે છે અને શમી જાયછે પણ વિરામ નથી લેતી – આ વિરામ સ્થાન શોધવું રહ્યું . પતંજલિ એ કહ્યું કે “ચિત્ત વ્રીતી નીરોધાહા ” એટલે મનને અમન કરવાની વાત અને તોજ મન તમને નમન કરે! મન ને સુમન બનાવો તો આગળ વધાય ,તો સુમન કેમ બનાવવું ? સહજતા, બિનશરતી પ્રેમ ,માફ કરવાની વૃતિ ,સેવાભાવ,નિશ્ચલતા કેળવવી પડે .
સ્વામી અવધૂતાનંદ

પ્રશ્નો માં છુપાયેલું સત્ય

એવા ક્યાં પ્રશ્નો છે જે તમારી જાતને પૂછવાથી તમારી વર્તમાન ચેતના વિષે જાની શકો? સવારના ઉઠતી વખતે નીચેના પ્રશ્નો તમારી જાતને પૂછો :-
૧. આજનો દિવસ આનંદમાં જાય એ માટે હું શું કરી શકું
૨.એવી કઈ કઈ ચીજો/ સ્તીથી છે જે મને ખુબજ ઉત્સાહિત અને ચેતનવંત અત્યારે રાખી શકશે
૩.એવું કો ણ છે જે મને ખુબજ પ્રેમ કરેછે (લીસ્ટ બનાવો)
૪. એવું કોણ છે જેને હું ખુબજ પ્રેમ કરું છું
આ ચાર પ્રશ્નો ના ઉત્તર થી દિવસ ની શરૂઆત કરો અને જુવો કે દિવસ કેવો ગયો?
આશીર્વાદ
સ્વામી અવધૂતાનંદ