• spiritual messages

મન ,અમન ,સુમન અને નમન

મનનું શુદ્ધિકરણ કઈ રીતે થઇ શકે ? તો ચિત્ત ની વૃત્તિઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડે કારણ કે ચિત્ત જે બુદ્ધિ અને અહંકાર થી ઘેરાયેલું રહે છે એમાં અનેક પ્રકારની વૃત્તિઓ દરેક સેકોન્ડે ઉઠે છે અને શમી જાયછે પણ વિરામ નથી લેતી – આ વિરામ સ્થાન શોધવું રહ્યું . પતંજલિ એ કહ્યું કે “ચિત્ત વ્રીતી નીરોધાહા ” એટલે મનને અમન કરવાની વાત અને તોજ મન તમને નમન કરે! મન ને સુમન બનાવો તો આગળ વધાય ,તો સુમન કેમ બનાવવું ? સહજતા, બિનશરતી પ્રેમ ,માફ કરવાની વૃતિ ,સેવાભાવ,નિશ્ચલતા કેળવવી પડે .
સ્વામી અવધૂતાનંદ