• Category Cloud

  • Categories

follow your heart

follow your hearts desire with purity of intention! seek joy and give joy to others ,share your wisdom and use your talents for others benefit and god shall give you what you need not necessarily what YOU want!
swami avadhootananda

asakti -attachment

મિત્રો
આસક્તિ વિષે ઘણું બધું કેહવાયું છે પણ આ શબ્દ પ્રત્યેક માનવ માટે અગત્ય નો છે . આસક્તિ એ કોઈ પણ ચીજ માટે હોઈ શકે ,વ્યક્તિ માટે હોઈ શકે . શરુ માં એ સુખ આપે છે અને એ ચીજ અથવા વ્યક્તિ ના દૂર થવાથી દુખ આપેછે. એનાથી છૂટવું અઘરું છે ,ખાસ કરીને જયારે તમારી પ્રિય વ્યક્તિ નું મૃત્યુ થઇ જાય તો એ આસક્તિ જતી નથી અને ઘણી વખત એ જય એમ અપને ઈચ્છતા પણ નથી. કેટલાંક દર્દ દિલમાં રાખી વાગોળવા ગમે છે . એમાં મીઠી યાદો ,નહિ કાબુલેલી હકીકતો, ના બોલ્યે ,સમજાયેલ શબ્દો અને અધુરી રહી ગયેલી વાતો હોય છે . આધ્યાત્મિકતા ભાલર એમ કહે કે આસક્તિ થી દુર રહેવું પણ અમુક આસક્તિ કોઈ વખત એક સહારો બનીને રહી જાય છે ,માર્ગદર્શક પણ બની શકે.
સ્વામી અવધૂતાનંદ

વિનાશ ની આંધી ના એંધાણ

અપને બધાયે મળીને પ્રીથ્વી ઉપર એટલું બધું પર્યાવરણને નુકસાન પોહ્ચાડ્યું છે કે હવે વિનાશ ની આંધી ના એંધાણ અપને જોવાના શરુ કરી દીધા છે. ભૂકંપ ,જલ્પ્રકોપ, જંગલોમાં આગ ,પ્રદુષણ આ બધું માત્ર ચીન ,ઇન્ડોનેશિયા ,ઓસ્ત્રલિયા ,અમેરિકા પુરતું માર્યાદિત રહ્યું નથી પણ ભારત માં પણ અતિ વ્રીષ્ટિ અને અનાવ્રીષ્ટિ બંને જોવા મળેછે. અપના દેશવાસીયોએ દિવાળી ને દિવસે ત્રણ હજાર કરોડ રૂપિયાના ફટાકડા ફોડી ને અગલા એક વર્ષા સુધી એટલો કાર્બન પર્યાવરણ માં મુક્યો છે કે પચાસ હજાર લોકો ને શ્વાસ ની બીમારી થશે .(આ ઓફિશિઅલ આંકડા છે ). ક્યારે આ દેશ ની પ્રજા સમજુ થશે?એટલાજ પૈસા માંથી ૩૦૦૦ લાબોરતેરીસ કુલી શકી હોત જે સ્વૈન ફ્લુ અને બીજા વાઇરસ નું સંશોધન કરત. મારી ઈશ્વર ને પ્રાર્થના છે કે મારા દેશવાસીઓ એટલું સમજે !
સ્વામી અવધૂતાનંદ

પ્રાણાયામ માં કુંભક નું રહસ્ય

હિમાલય ના સિધ્ધ યોગી પાસેથી મને આ રહસ્ય જાણવા મળ્યું હતું . મનની અગાધ શક્તિ ના રહસ્યો કુંભક માં છુપાયેલા છે. ક્રિયા યોગ નો એક ભાગ છે .પૂર્ણ રૂપે શ્વાસ બહાર કાઢી નાખીને રોકી રાખવાથી બાહ્ય કુંભક થાય છે. કુંભક ની પ્રકૃયા દરમ્યાન શરીરમાં કાર્બન દાયોક્સેદ નું પ્રમાણ વધી જાય છે અને એ દરમ્યાન મન ના સંકલ્પ -વિકલ્પ ,તરંગો ,મનનો વેગ એ બધું શાંત પડી જાય છે. અને સાહજિક અંતર્જ્ઞાન ,સહ્જ્સ્ફૂરના ,અન્તઃપ્રેરના ખુબજ વધી જાય છે. એકજ વસ્તુ છે કે કુંભક ની પ્રક્રિયા નિષ્ણાત ગુરુ /માર્ગદર્શક પાસેથી શીખવી પડે નહીતો શરીર ને નુકશાન થઇ શકે.
સ્વામી અવધૂતાનંદ

આધ્યાત્મિકતા -એક વૈગ્ય્નાનીક અભિગમ

આજે સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિકતા ને વિજ્ઞાન ના દ્રષ્ટિબિંદુ થી જોવામાં આવેછે .દરેક ધાર્મિક વ્યક્તિ અધ્યાત્મિક નથી હોતી અને દરેક આધ્યત્મિક વ્યક્તિ સ્વ પરી પૂર્ણ છે અને અને સર્જનહાર નું પૂર્ણ સર્જન છે અને છતા એને વ્યક્તિગત અનુભૂતિ મેળવવી પડેછે! આજા ના ન્યૂ એજ (નવા વિશ્વ ) માં અમુક શબ્દો જાણવા જરૂરી છે જેમકે ક્વોનતમ ફિસિક્સ્, હિલીંગ ,યુંનીવેર્સલ લાઈફ ફોર્સ ,એનેર્જી,અસેન્શન,ડીએને,ચક્ર ,કુંડલીની જાગરણ ,મનિફેસ્તશન્,અફિર્મશન્સ્, વિગેરે વિગેરે .
માત્ર ટીલા ટપકા કરવાથી વ્યક્તિ અધ્ય્ત્મિક નથી બની શક્તિ -પોતાની અંદેર રહેલા વિશ્વા ચેતન્ય ને જગાડવું પડેછે,સાધના કરવી પડે છે, અને આ બધું સંસાર માં રહી ને જ કરવાનું છે અને એજ ખરો ટેસ્ટ -પરીક્ષા છે મિત્રો!
સ્વામી અવધૂતાનંદ

ધ્યાન વિષે

ઘણા મિત્રો ની માંગણી હતી કે ધ્યાન વિષે કઈક લખું .
સ્વામીજી ધ્યાન લાગતું નથી આવું મને ઘણાએ પૂછ્યું તો મિત્રો જ્યાં સુધી પતંજલિ યોગા માં કહ્યું છે એ મુજબ અને મારા અનુભવ પ્રમાણે ધારણા પાકી ના થાય ત્યાં સુધી ધ્યાન ના લાગે . ધારણા એટેલે કોન્સુન્ત્રશન્ -એકજ વિષય ઉપર લાંબા સમય સુધી એકાગ્રતા જાળવવી અને એના ઉપર પ્રભુત્વ્ મેળવવું . ધારણા ના ઘણા પ્રકાર છે જે શીખવા પડે અને જેમ તરવા નું પુસ્તક વાંચીને તરતા ના આવડે એમ યોગ પણ માર્ગદર્શન નીચે શીખવો પડે ! પહેલા ધારણા પાકી કરો -એકાગ્રતા વિષે શીખો અને એ પછી ધ્યાન માં સફળતા મળી શકે .
સ્વામી અવધૂતાનંદ

be not become-tamej satya!

તમે જે છો તેજ સત્ય! આપણને (potani)ની અંખ(ankh) થી જોતા શીખ્વ્નું છે જયારે,મોટા ભાગે અપને બધા બીજાની (ankh)થે આપણી જાતને જોતા હોઈએ છીએ અને આ પ્રક્રિયા માં “તમે ” તો રેહ્તાજ નથી -મુખવટો ઓઢી ને જીવવાની ટેવ જતી નથી કદાચ એમાં હજારો પૂર્વ જન્મ ના સંસ્કારો પણ કામ કરતા હોય છે અને આ બધું થતા તમારો પોતાની ચેતના સાથે નો સંબંધ જોડાતોજ નથી ! તમે જે છો એજ પૂર્ણતા -એજ સહજતા અને એમાજ આત્મ દર્શન ના બીજ છુપેલા છે .
સ્વામી અવધૂતાનંદ

self-healing (swa-upchar)

સેલ્ફ હિલીંગ એટલેકે સ્વ-ઉપચાર પણ અહિયાં શારીરિક ઉપચાર એમ નહિ સમજવાનું પણ સૈકો-સોમાંતીક એટલેકે માનસિક -શારીરિક ઉપચાર એમ સમજવાનું .વિદેશમાં આવી ઘણી પદ્ધતિઓ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવેછે અને મેં પોતે અમાની કેટલીક ટેકનીક દ્વારા ઘણા સરસ પરિણામો મેળવ્યા છે. મોટા ભાગના રોગો માનસિક અસ્વસ્થતા માંથી ઉદભવતા હોય છે અને સુક્ષ્મ શરીર માં રહેલા સાત ચક્રો ને ઓળખી એના ઉપર કામ કરવામાં આવે તો માનસિક શુદ્ધિકરણ શરીર સુધી પહોચે છે .બીજી પણ ઘણી ટેકનીકો છે જેવીકે ઈએફ્તી -ઈમોશનલ ફ્રીડમ ટેકનીક ,રેકી ,ચીઓસ હિલીંગ વિગેરે.મારી પાસે થી ઘણા લોકો ચીઓસ હિલીંગ શીખ્યા અને આજે અમેરિકા અને ભારત માં માનસિક શાંતિ અને શારીરિક સ્વથતા માટે એનો ઉપયોગ પણ કરે છે.ભારત માં હજુ પણ હિલીંગ વિષે બહુ ઓછી સમજ છે.
સ્વામી અવધૂતાનંદ

મન ,અમન ,સુમન અને નમન

મનનું શુદ્ધિકરણ કઈ રીતે થઇ શકે ? તો ચિત્ત ની વૃત્તિઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડે કારણ કે ચિત્ત જે બુદ્ધિ અને અહંકાર થી ઘેરાયેલું રહે છે એમાં અનેક પ્રકારની વૃત્તિઓ દરેક સેકોન્ડે ઉઠે છે અને શમી જાયછે પણ વિરામ નથી લેતી – આ વિરામ સ્થાન શોધવું રહ્યું . પતંજલિ એ કહ્યું કે “ચિત્ત વ્રીતી નીરોધાહા ” એટલે મનને અમન કરવાની વાત અને તોજ મન તમને નમન કરે! મન ને સુમન બનાવો તો આગળ વધાય ,તો સુમન કેમ બનાવવું ? સહજતા, બિનશરતી પ્રેમ ,માફ કરવાની વૃતિ ,સેવાભાવ,નિશ્ચલતા કેળવવી પડે .
સ્વામી અવધૂતાનંદ

માનવ મન આખો વખત વિચારો માં ગુચ્વાયેલું રહે છે અને આ વિચારો એંશી % તો નિરર્થક ,ભય પ્રેરિત ,શંકા કુ શંકા થી ભરેલા, વારંવાર આવતા ,પોતાના વિષે ,અને તમારી સાચી ચેતના થી દુર લઇ જનારા હોય છે. તો શું કરવું?તમારે જરૂર છે એક વિચરો ના ગતિ રોધક ની -એક એવી ટેકનીક કે જે સોં પ્રથમ તો આવા વિચારો ની ગતિ સામે અવરોધ ઉભો કરે. ધ્યાન ,જપ,મંત્રોચાર ,સાઉન્ડ થેરાપી ,સ્વ સંવાદ દ્વારા તમે વિચારો ના ગતિ અવરોધકો ઉભા કરી શકો છો. મિત્રો મનને કેળવવું સહેલું નથી!

માનવ મન આખો વખત વિચારો માં ગુચ્વાયેલું રહે છે અને આ વિચારો એંશી % તો નિરર્થક ,ભય પ્રેરિત ,શંકા કુ શંકા થી ભરેલા, વારંવાર આવતા ,પોતાના વિષે ,અને તમારી સાચી ચેતના થી દુર લઇ જનારા હોય છે. તો શું કરવું?તમારે જરૂર છે એક વિચરો ના ગતિ રોધક ની -એક એવી ટેકનીક કે જે સોં પ્રથમ તો આવા વિચારો ની ગતિ સામે અવરોધ ઉભો કરે. ધ્યાન ,જપ,મંત્રોચાર ,સાઉન્ડ થેરાપી ,સ્વ સંવાદ દ્વારા તમે વિચારો ના ગતિ અવરોધકો ઉભા કરી શકો છો. મિત્રો મનને કેળવવું સહેલું નથી!

Follow

Get every new post delivered to your Inbox.